Placeholder canvas

વાંકાનેર: 16 ગ્રામ પંચાયત સમરસ, 5 સરપંચ અને 151 વોર્ડના સભ્યો બિનહરીફ

વાંકાનેર: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગઈ કાલે ફોર્મ પાછા ખેંચવાની તારીખ હતી, જેમાં કેટલાક ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા પછી હવે ચૂંટણીનું ફાઇનલ ચિત્ર સામે આવ્યૂ છે.

વાંકાનેર તાલુકામાં કુલ 83 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને સિંધાવદર ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી થઈ રહી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાદ વાંકાનેર તાલુકામાં કુલ ૯ ગ્રામ પંચાયતો સમરસ થઇ હતી. જ્યારે ફોર્મ ચકાસણીમા ફોર્મ કેન્સલ થતા કોઈ જગ્યાએ સરપંચ કે સભ્યો બિનહરીફ થયા હોય, અને ફોર્મ પાછા ખેંચવાની ગઈકાલે મુદત હતી એ મુદત વિત્યા બાદ હવે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.

વાંકાનેર તાલુકામાં કુલ ૮૩ ગ્રામ પંચાયતોમાંથી ૧૬ ગ્રામ પંચાયતો સમરસ થઇ છે, આ ઉપરાંત 5 સરપંચો બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. આ 5 ગ્રામ પંચાયતમાં તેમની નીચે કોઈ વોર્ડ બિન હરીફ નહીં થયા હોય અથવા તો કોઈ પણ વોર્ડમાં એક પણ ઉમેદવારી નહીં થઈ હોય, જેથી તે ગામ સમરસ થઇ શક્યાં નથી. આમ જોઈએ તો વાંકાનેર તાલુકાની કુલ ૮૩ ગ્રામ પંચાયતોમાંથી 21 ગ્રામ પંચાયતોમાં સરપંચો બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે, જ્યારે 62 ગ્રામ પંચાયતોમાં સરપંચોની પસંદગી મતદારો કરશે.

આ 83 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ ૧૫૧ વોર્ડના સભ્યો પણ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે બાકીના બોર્ડના સભ્યો માં ચૂંટણી થઈ રહી છે એ વોર્ડના સભ્યોની પસંદગી પણ જે તે વોર્ડના મતદારો કરશે

સમરસ થયેલા ગામો :-
1.રસીક્ગઢ, 2.લાકડધાર, 3 ઢુવા, 4.વિઠલપર, 5.સમઢીયાળા, 6.કાનપર, 7. ખેરવા, 8.પ્રતાપગઢ, 9.ખેરવા, 10.સરધારકા, 11.ઘીયાવડ-વણઝારા, 12.હોલમઢ, 13.કોટડાનાયાણી 14.જાંબુડિયા વીડી, 15.જુની કલાવડી, 16.વાલાસણ

બિનહરીફ ચૂંટાય આવેલા સરપંચો :-
1.કણકોટ, 2.વાંકીયા, 3.જાલીડા, 4.વિનયગઢ-વિઠ્ઠલગઢ, 5.ભલગામ

આ સમાચારને શેર કરો