કાલે લજાઈમાં રાજ્ય કક્ષાની જુનિયર બોયઝ ફૂટબોલ સિલેક્શન ટ્રાયલ યોજાશે


ટંકારા : ગુજરાત રાજ્ય કક્ષાની જુનિયર બોયઝ ફૂટબોલ સિલેક્શન ટ્રાયલ આવતીકાલે બુધવારે લજાઈ ખાતે યોજાનાર છે.

આગામી ગુજરાત રાજ્ય કક્ષાની જૂનિયર ફૂટબોલ ભાઈઓની ટુર્નામેન્ટ માટે મોરબી જિલ્લા કક્ષાની ટીમ માટે જુનિયર (અંડર-17) ભાઈઓ ફૂટબોલ સિલેક્શન ટ્રાયલ આગામી તારીખ 8 ડિસેમ્બર, 2021ના બુધવારના દિવસે ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, લજાઈ ચોકડી, લજાઈ મુકામે બપોરના ત્રણ વાગે રાખેલ છે. ભાગ લેવા ઈચ્છુકો 2:30 વાગ્યા સુધીમા આવી જવાનું રહેશે. આ સ્પર્ધા માટે જે ખેલાડીઓ 2004, 2005, 2006 તેમજ 2007માં જન્મેલા હોય, તેવા ખેલાડીઓ જ ભાગ લઇ શકશે. ખેલાડીઓ સિલેક્શન ટ્રાયલમાં આવે ત્યારે તેમના આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ તેમજ બે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે લઈને આવવાના રહેશે.
વધુ માહિતી માટે મુસ્તાક સુમરા 99241 92926, 63531 83583, અમિત સિયાલીયા 70164 73457 ઉપર કોન્ટેક્ટ કરી શકાશે. મોરબી જિલ્લાના ફૂટબોલ ખેલાડીઓને આ સિલેક્શન ટ્રાયલમાં ભાગ લેવા યાદીમાં આમંત્રણ અપાયું છે.
