skip to content

વાંકાનરના બિસ્માર રસ્તાઓ અને બંધ સ્ટ્રીટલાઈટોથી પ્રજા પરેશાન, તંત્ર ઉંઘમાં

વાંકાનેર નગરપાલિકાનો ગ્રીનચોકથી દાણાપીઠ ચોક તથા ગ્રીનચોકથી ભમરીયા કુવા ચોક સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળે છે. લોકોમાં ચર્ચાતી વિગત મુજબ ઘણા સમયથી આ ગાડામાર્ગ બનેલા રોડની ક્યારેય મરામત કરવામાં આવેલ નથી. ટ્રાફિક અને લોકોની મોટી અવરજવર હોવા છતાં આ રસ્તાઓ પ્રત્યે કેમ દુર્લક્ષ સેવાય છે તે એક પ્રશ્ન છે ?

વાંકાનેર પરશુરામ પોટરી ફાટક પાસેથી વાંકાનેર રેલવે જંકશન જવાનો માર્ગ લોકો અને વાહન ધારકોને ગોથા ખવડાવતો માર્ગ હજુ સુધી બનાવવામાં ન આવતા બહારગામથી આવતા અને જતા મુસાફરો પાલિકા સામે રોષ ઠાલવતા સંભળાઇ રહ્યા છે.

જ્યારે ગ્રીનચોકથી દાણાપીઠ ચોક સુધીની સ્ટ્રીટલાઇટો છેલ્લા બાર માસથી બંધ છે. જેની અવાર-નવાર ફરિયાદો થવા છતાં બંધ લાઈટો કેમ ચાલુ થતી નથી તે સમજાતું નથી.

ભમરીયાકુવા ચોક ટ્રાફિકથી સતત ધમધમતો વિસ્તાર હોવા છતાં ત્યાં સ્ટ્રીટલાઇટો બંધ જોવા મળે છે. વાંકાનેરની ધણી-ધોરી વગરની નગરપાલિકામાં કોઈપણ કામગીરી માટે લોકો રજૂઆત કરવા જાય ત્યારે ઠાગે ચઢાવવામાં આવે છે. વાંકાનેર શહેરની તમામ શેરી-ગલીમાં રસ્તાના અને સ્ટ્રીટ લાઈટોના અભાવે ખાડા ખબડામાં વૃદ્ધો પડી જાય છે. ત્યારે તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા પડે છે. તો પણ નગરપાલિકાના જવાબદારોના આંખ અને કાન આગળનો પડાદો હટતો નથી. તેમજ લોકોને પડતી પારાવાર મુશ્કેલીઓનો અહેસાસ થતો નથી -(મહંમદ રાઠોડ દ્વારા)

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો