તંત્રની ઘોર બેદરકારી: વાંકાનેરના કુવાડવા રોડ પર લાખોના ખર્ચે લગાવેલી સ્ટ્રીટ લાઈટો માત્ર શોભાના ગાંઠિયા સમાન
રોડ બન્યો પણ અજવાળું ક્યારે? સેવાસદનથી વિવેકાનંદ સોસાયટી સુધીનો માર્ગ રાત્રે અંધારપટમાં ગરકાવ વાંકાનેર: વાંકાનેરના કુવાડવા રોડ પર વિકાસના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં, તંત્રની આળસ અને બેદરકારીને કારણે પ્રજાને અંધકારનો સામનો કરવો પડી રહ્યો છે. વાંકાનેર તાલુકા સેવાસદનથી લઈને વિવેકાનંદ સોસાયટી સુધીના મહત્વના માર્ગ પર સ્ટ્રીટ લાઈટ્સ લગાવી દેવામાં આવી છે, […]
