વાંકાનેર: પતિએ વતનમાં જવા ન દેતા, પત્નીએ દવા પીઇને કર્યો આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.આ બનાવની વાંકાનેર પોલીસની તપાસમાં મૃતક પરિણીતાએ તેના પતિ સાથે પોતાના વતનમાં જવાનું કહ્યું હતું પરંતુ પતિએ હાલમાં જવાની ના પાડીને દિવાળીના તહેવારોમાં વતનમાં જવાનું કહેતા પત્નીએ આપઘાત કરી લીધાનું ખુલ્યું છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી મળેલ માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે સીમમાં રહીને ખેતમજૂરી કરતી ગીતાબેન ધર્મેશભાઈ પલાસ ઉ.વ.20 નામની પરિણીતાએ ગત તા.18 ઓક્ટોબરના રોજ ઝેરી દવા પી લેતા તેણીને વધુ સારવાર અર્થે રાજકોટ અર્થે ખસેડાઇ હતી.જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, મૃતક પરિણીતા અને તેનો પતિ અલગ આલગ રહે છે.પરંતુ મૃતક પરિણીતાએ 18 ઓક્ટોબર પહેલા પોતાના પતિને વતનમાં જવાનું કહ્યું હતું.પણ પતિએ હાલમાં કપાસમાં દવા છાંટવી હોય અને નિંદામણ કામ ચાલુ હોય દિવાળીના તહેવારો ઉપર વતનમાં જવાનું કહ્યું હતું.આથી પત્નીને આ વાતનું માઠું લાગી આવતા તેણીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો