Placeholder canvas

વાંકાનેર:વ્યાજ વટાવની ફરીયાદ આધારે બન્ને આરોપીઓને પકડતી પાડતી સીટી પોલીસ

વાંકાનેર: વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરનો ભોગ બનેલ હશનપરના કરિયાણાના વેપારીએ ફરિયાદ કરતા સીટી પોલીસે ફરીયાદ નોંધીને આ બંને વ્યાજખોરોને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પીલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ અને પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં વ્યાજખોરોના દુષણો અટકાવવા કડક સુચના કરી હોય જેથી નાયમ પોલીસ અધિક્ષક પી.એ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાકાનેર સીટી પીઆઇ કે.એમ.છાસીયા તથા સ્ટાફના માણસો કામગીરી માટે પ્રયત્નશીલ હોય એ દરમ્યાન દરમ્યાન ઉતમભાઇ અવચરભાઇ પીપળીયા જાતે કોળી ઉ.વ.24 રહેવાસી હસનપર તા.વાંકાનેર, જી મોરબી વાળા ફરીયાદ હકિકટ લખાવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે વ્યાજ વટાવ ધારા હેઠળ ફરીયાદ નોંધી ગણતરીની કલાકોમાં આરોપીપી ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીમા (૧) ભરતભરા ચોંડાભાઇ પરસોંડા રહે.જલારામ જીન પાસે, ભાટીયા સોસાયટી, વાંકાનેર જી.મોરબી પુર (ર) સુરેશભાઈ ભલાભાઇ ડાભી રહે.ધમલપર, તા.વાંકાનેર, જી.મોરબી

આ કામગીરીમાં પી.આઈ. કે.એમ. છાસીયા, પીએસઆઇ એન.એમ.ગઢવી, એએસઆઈ ભુપતસિંહ પરમાર,હેડ.કોન્સસ્ટેબલ યશપાલસિંહ પરમાર અને રવિભાઈ લાવડીયા જોડાયેલ હતો.

બનાવ શુ હતો ?

વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા ઉત્તમભાઈ અવચરભાઇ પીપળીયાએ ધંધામાં જરૂરત પડતા ભાટિયા સોસાયટીમા રહેતા ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડા પાસેથી 3% વ્યાજે બે વર્ષ પહેલાં રૂ. 5 લાખ અને તાલુકાના ધમલપરના સુરેશભાઇ ભલાભાઇ ડાભી પાસેથી વર્ષ ૨૦૧૩ માં 3% વ્યાજે રૂ.12.50 લાખ વ્યાજે લીધા હતા.

જે બાદ ફરિયાદી ઉત્તમભાઈએ આરોપી ભરતભાઇ ચોંડાભાઇપરસોંડાને બે વર્ષ સુધી મહિને 15 હજાર વ્યાજના હિસાબથી બે વર્ષમા રૂ. 3.60 લાખ અને સુરેશભાઇ ભલાભાઇ ડાભીને સાત આઠ વર્ષના રૂ. 28.80 લાખ વ્યાજ પેટે ચૂકવી દીધા હતા પરંતુ મુદ્દલ રકમ હજુ બાકી હોય જેની ઉઘરાણી માટે અવારનવાર તેમની દુકાને આવતા હોય જેના ત્રાસથી કંટાળી વેપારી ઉત્તમભાઈએ પોલીસમાં અરજી કરી હતી.

આ સમાચારને શેર કરો