Placeholder canvas

વાંકાનેરમા મોમીન યુવાનોએ પીરના જન્મદિવસની કરી અનોખી ઉજવણી…

ત્રણ હજાર ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કર્યું.

વાંકાનેર: 20 એપ્રિલ એટલે વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમા વસતા મોમીન સમાજના, પીર( ધર્મગુરૂ) ખાનકાહે મોમીનશાહબાવા ( રહે.) ચંદ્રપુરના ગાદીપતિ અલ્હાજ પીર સૈયદ વિઝારતહુશેન બાવાસાહેબનો યોમે વિલાદતનો દિવસ. 20 એપ્રિલને દરવર્ષે આપના અનુયાયીઓ ( મુરીદો) અલગ અલગ રીતે ઉજવતા હોય છે.

ઉનાળાની કાળઝાળ ગરમી મનુષ્ય માટે પણ આકરી બની રહેતી હોય છે. ત્યારે પંખી પારેવડા માટે આ ગરમીની સીઝનમાં ખુલ્લા આકાશ અને ધરતી પર જીવન ગુજારવું મુશ્કેલ બનતું હોય છે.

ત્યારે પોતાના ધર્મગુરૂના જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે ત્રણ હજાર ચકલીના માળાઓ નિઃશુલ્ક વિતરણ કરી અબોલ પક્ષીને મદદરૂપ થવાના કાર્યક્રમને સફળ બનાવવા માટે વીડીભોજપરા ગામના નાનીગાદીના યુવાનોએ જેહમત ઉઠાવી હતી.

આ સમાચારને શેર કરો