વાંકનેરમાં શ્રી વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આગામી ૨૪ના રોજ એક મિટિંગનું આયોજન

વાંકનેરમાં શ્રી વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વાર ચુવાળીયા ઠાકોર સમાજના છઠ્ઠા સમૂહ લગ્નના અનુસંધાને રાજકોટ રોડ વાંકાનેર સેવા સદન સામે આવેલ સંત શ્રી વેલનાથબાપુના મંદિર ખાતે આગામી તા.૨૪ નવેમ્બર રવિવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમજ સમૂહ લગ્નમાં નામ નોંધાવવા માંગતા ઇચ્છુક દંપતીના પરિવારજનો દ્વારા જરૂરી ડોક્યુમેન્ટમાં ઓરિજિનલ જન્મ તારીખનો દાખલો, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, તેમજ બે પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે લાવવાના રહેશે જેમાં દર વર્ષની જેમ મા-બાપ ના હોય તેવા દીકરા દીકરીની પ્રથમ પસંદગી કરવામાં આવશે.

તા.૨૭ નવેમ્બર સુધીજ નામ નોંધવામાં આવશે અને આ મિટિંગમાં વાંકાનેર તાલુકા/શહેરના ચુવાળીયા ઠાકોર સમાજના જ્ઞાતિજનો તેમજ સમાજ અગ્રણીઓને હાજર રહેવા શ્રી વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા યાદીમાં જણાવાયું હતું.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો