સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2019 ગુજરાતે બાજી મારી.!,વેસ્ટર્ન રીજીયનમાં પ્રથમ અને રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજા ક્રમે

જળશક્તિ મંત્રાલય હેઠળના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત 19 નવેમ્બરના રોજ વિશ્વ શૌચાલય દિનની ઉજવણીના ભાગરૂપે પ્રવાસી ભારતીય કેન્દ્ર, ન્યુ દિલ્હી ખાતે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2019 હેઠળ પ્રશસંનીય કામગીરી કરનાર રાજ્યો તથા જિલ્લાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમાં કેન્દ્રીય રસાયણ અને ખાદ્ય મંત્રી સદાનંદ ગૌડા, કેન્દ્રીય જળશક્તિ રાજય મંત્રી રતનલાલ કટારીયાના વરદ હસ્તે વેસ્ટર્ન રીજયનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે આવતા એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો હતો.

જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ મોટા રાજ્યોમાં ગુજરાત રાજયએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે વેસ્ટર્ન રીજયનમાં 1 થી 3 ક્રમાંકે ગુજરાતનાં ત્રણ જિલ્લાઓને આ સમારોહમાં એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાએ પ્રથમ ક્રમ, મહીસાગરે દ્વીતીય ક્રમ અને પંચમહાલે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.

સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2019નો શુભારંભ ભારત સરકાર દ્વારા 18 ઑગસ્ટ 2019ના રોજ કરવામાં આવ્યો હતો. જે કામગીરી 14 ઑગસ્ટ 2019ના રોજ શરૂ થઈ 30 સપ્ટેમ્બર 2019 દરમિયાન ભારત સરકાર દ્વારા નક્કી થયેલ એજન્સી દ્વારા રાજ્યના 33 જિલ્લાઓના 797 ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


33 જિલ્લાઓના 797 ગામદીઠ 1 એમ 797 ગ્રુપ મીંટીગ, સ્થળ તપાસમાં ધાર્મિક સ્થળો, સ્કૂલ, આંગણવાડી, PHC સેન્ટર, ગ્રામ પંચાયત ઓફિસ, હાટ બજાર, સામુદાયિક શૌચાલયના સ્થળ ચકાસણી સહિત 4135 સ્થળોની ચકાસણી, 19843 ગ્રામજનોના પ્રતિભાવો, KeyInfluencePerson હેઠળ 8046 લોકોના પ્રતિભાવો તથા મોબાઈલ એપ દ્વારા 21,34,100 નાગરિકોના પ્રતિભાવો મળ્યા છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો