Placeholder canvas

વાંકાનેર પલાસડી ગામના મતદારો ભાજપની સાથે: ભારે મતદાન કરાવવાની આગેવાનોએ આપી ખાતરી…

વાંકાનેર: ગતરાત્રે પલાસડીગામ ખાતે ભાજપના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મિટિંગમાં વાંકાનેરના યુવરાજ અને જેમના નેતૃત્વમાં વાંકાનેર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડાઈ રહી છે તેવા કેસરીદેવસિંહજી, રાતીદેવરી જિલ્લા પંચાયત સીટના ભાજપના ઈન્ચાર્જ હિરેન પારેખ, પંચાસર સીટના ઉમેદવારના ધમભા ઝાલા, રાતીદેવળી જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર જાહીર અબ્બાસ શેરસિયાના પિતા યુસુફભાઈ શેરસીયા, રાતીદેવડી ગામના પૂર્વ સરપંચ મહાવીરસિંહ ઝાલા, હશનપર ગામના સરપંચ અને હસનપર તાલુકા પંચાયત સીટના ઉમેદવાર જેરામભાઈ હાજર રહ્યા હતા.

આ મિટિંગમાં હાજર રહેલા પલાસણી ગામ અને આજુબાજુના ગામના આગેવાનો અને યુવા કાર્યકરોને હસનપર તાલુકા પંચાયત તેમજ રાતીદેવરી જિલ્લા પંચાયતના ભાજપના બંને ઉમેદવારો તરફી વધુમાં વધુ મતદાન કરાવીને જંગી લીડથી વિજય બનાવવાની આગેવાનોની અપીલને મતદારોએ વધાવી લીધી હતી. આ વિસ્તારના આગેવાનો એ ભાજપના બંને ઉમેદવારો તરફથી ભારે મતદાન કરાવી વિજય બનાવીશું તેવી ખાતરી આપી હતી.

આ મિટિંગમાં ભાજપના આગેવાનોમાં હિરેન પારેખ, ધમભા ઝાલા, યુસુફભાઈ શેરસિયા અને અન્ય આગેવાનોએ યુવા કાર્યકરો અને આ વિસ્તારના આગેવાનો અને માર્ગદર્શન આપ્યું હતું તેમજ યુસુફભાઈ શેરસીયાએ આ વિસ્તારના આગેવાનોને ખાતરી આપી હતી કે તમારા કોઇપણ પ્રશ્નો કે કામ માટે અમો ક્યારેય પાછી પાની નહીં કરીએ. અમે ભાજપના તમામ આગેવાનો હંમેશા આ વિસ્તારના લોકો સાથે રહીશું અને આ વિસ્તારમાં વધુમાં વધુ વિકાસના કાર્યો કરવાના અમારા પ્રયત્નો રહેશે…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો