Placeholder canvas

વાંકાનેર: પંચાસીયાના મતદારોના પસંદગીના તાલુકા પંચાયતના ઉમેદવાર જસ્મીનબેન બ્લોચ

વાંકાનેર: પંચાસીયા તાલુકા પંચાયતની સીટ પર વાંકિયા ગામના અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુલમહંમદભાઈ બ્લોચના પુત્રવધુ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે હાલ પંચાસિયા ગામનો માહોલ એવો છે કે અહીં મતદારો ચૂંટણી લડી રહ્યા છે. યુવા કાર્યકરો અને વડીલો માટે કામે લાગી ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પંચાસીયા ગામમાં છેલ્લે ગુલમહંમદભાઈ બ્લોચ સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા અને વાક્ય સહકારી મંડળી માં છેલ્લા ત્રીસેક વર્ષથી સતત પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે તેમની આ વિસ્તારમાં ખૂબ સારી પકડ છે.

વાંકિયા ગામના હોવા છતાં ગુલમહંમદભાઈને પંચાસિયા બોલાવીને બિનહરીફ ચૂંટયા હતા. જેથી તેઓ પંચાસીયા ગામના દરેક ઘરથી પરિચિત છે. અને ગામના મોટા ભાગના ઘરો સાથે વ્યક્તિગત સંબંધો ધરાવે છે. આમ આજે તેઓ તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં છે ત્યારે પંચાસીયા ગામ ના આગેવાનો અને યુવા કાર્યકરો જોમ સાથે ચૂંટણી લડી રહ્યા છે.

આ ઉપરાંત વાંકિયા ગામ પણ હંમેશા ગુલમહંમદભાઈ બ્લોચની સાથે રહ્યું છે. આ સીટ પર વાકિયા, પંચાસીયા તો એમની સાથે હોય છે પરંતુ આ વખતે રાણેકપર ગામમાંથી પણ સારો આવકાર મળી રહ્યો છે.

આ સમાચારને શેર કરો