Placeholder canvas

પશુઓને લમ્પી રોગથી બચાવવા ઝડપથી રસીકરણ કરો -મિતલ ખેતાણી

ગૌ ધન, ભેંસમાં લમ્પી સ્કીનનો રોગ શરૂ થયો છે. જેમની સારવાર કરવાથી આ રોગને કાબૂમાં લઈ શકાય છે. લમ્પી સ્કીન ડીસીઝ એ એક ગંભીર રોગ થઈ શકે (જો પુરતી સારવાર ન મળે તો) તે પ્રકારનો વાયરલ રોગ છે. જે ગાય અને ભેંસમાં વધુ જોવા મળે છે.

આ રોગનો ફેલાવો ખાસ કરીને પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જે પશુને આ રોગ થયો છે તે બીજા પશુઓના સંપર્કમાં આવવાથી ફેલાય છે. હાલમાં પોરબંદર શહેરમાં આ વાઇરસને કારણે 4 અબોલ પશુઓએ જીવ ગુમાવ્યો છે.

આ રોગને ફેલાતો અટકાવવા અને પશુઓનાં જીવનું જોખમ ટાળવા માટે એનિમલ વેલ્ફેર બોર્ડના મિતલ ખેતાણી દ્વારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરવામાં આવી છે. તાત્કાલિક રસીકરણ કરાવવાથી આ રોગનો ફેલાવો અટકશે અને હજારો અબોલ જીવોનો જીવ બચાવી શકાશે. સમગ્ર રાજ્યમાં રસીકરણ ઝડપથી કરાવવા જરૂરી સૂચના આપવા મિતલ ખેતાણી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો