Placeholder canvas

S.S.C. બોર્ડના રીઝલ્ટમાં સતત આઠમી વખત ‘જ્ઞાનગંગા સ્કૂલ’નો વિદ્યાર્થી પ્રથમ ક્રમે…

(Promotional Artical)
વાંકાનેરના વાલીઓ માટે આનંદદાયક બાબત એ છે કે આપણા વાંકાનેરમાં હવે એવી સ્કૂલ છે જેના વિદ્યાર્થીઓના પરિણામ માત્ર વાંકાનેર કેન્દ્રમાં જ નહીં પણ મોરબી જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે.
S.S.C. બોર્ડના છેલ્લા 10 વર્ષના પરિણામો પર નજર કરીએ તો મોટાભાગના વર્ષોમાં કેન્દ્રમાં પ્રથમ ક્રમ થી લઇ TOP-10માં સૌથી વધુ વિદ્યાર્થીઓ ‘જ્ઞાનગંગા સ્કૂલ’ના હોય છે. તેમાંય આ વર્ષના માર્ચ-2022ના પરિણામમાં તો જ્ઞાનગંગા સ્કૂલે પોતાના જ રેકોર્ડને બ્રેક કરી નવો ઇતિહાસ રચી દીધો છે. આ પરિણામમાં વાંકાનેર કેન્દ્રના પ્રથમ ત્રણે-ત્રણ વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલ છે. એટલું જ નહીં TOP-10 સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના છે.
આ સિધ્ધિ માત્ર અહીંથી અટકતી નથી. જ્ઞાનગંગા સ્કૂલે પોતાના તમામ વિદ્યાર્થીઓ પાછળ અથાગ મહેનત કરી છે જે આજે અવિસ્મરણીય પરિણામમાં પરિવર્તિત થઇ છે. 99.95 PR અને 96.33% સાથે વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમે જ્ઞાનગંગા સ્કૂલનો વિદ્યાર્થી લામકા ખેંગાર છે. કુલ 18 વિદ્યાર્થીઓએ 90%થી વધુ એટલે કે A1 ગ્રેડ મેળવ્યો છે. કુલ 48 વિદ્યાર્થીઓએ 80% થી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. જ્યારે 70% થી વધુ ગુણ મેળવનાર કુલ 98 વિદ્યાર્થીઓ છે. ગણિત વિષયમાં 4 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. સામાજીક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયમાં પણ 100 માંથી 100 ગુણ મેળવી સ્કૂલે નવો જ ઇતિહાસ રચી દીધો છે.
જ્ઞાનગંગા સ્કૂલના અદભુત મેનેજમેન્ટ અને અથાગ પરિશ્રમે વિદ્યાર્થીઓને આ પરિણામમાં ભવ્ય સફળતા અપાવી છે. આજે ધો.11 માં સાયન્સ હોય કે કોમર્સ…. English Medium હોય કે ગુજરાતી માધ્યમ…દરેક વિદ્યાર્થી માટે એડમિશનની પ્રથમ પસંદગી જ્ઞાનગંગા સ્કૂલ છે.
વધુ માહિતી માટે અને એડમિશન માટે સંપર્ક કરો…
જ્ઞાનગંગા સ્કૂલ
(ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ )
આરોગ્યનગર, બસ્ટેન્ડ રોડ, વાંકાનેર.
93133 97318 / 93133 88225
આ સમાચારને શેર કરો