વાંકાનેર: જડેશ્વર પાસેથી કારમાં બિયર સાથે બે ઝડપાયા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના મોટા જડેશ્વર નજીકથી સર્કલ પોલીસ ઇન્સપેકટરની કચેરીના એએસઆઇએ રાજકોટના બે શખ્સોના કબ્જા વાળી કારમાંથી બીયરના નવ ડબલા સાથે ઝડપી લઈ આઈફોન સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર સર્કલ પોલીસ ઇન્સપેકટરની કચેરીના એએસઆઇ મયુરસિંહ ગીરૂભા રાણાએ મોટા જડેશ્વર નજીક્થી ફોર્ડ ફીગો કારમાં નીકળેલા સુનીલ કીશનભાઇ સોલંકી,રહે.રાજકોટ,ચુનારાવાડ શેરી નં.૧,રામનાથ મંદીરની સામે અને રણછોડભાઇ પુંજાભાઇ લોરીયા, રહે.માધાપર, રાજકોટ વાળાને જુદી-જુદી બ્રાન્ડના બીયરના નવ ડબલા કિંમત રૂપિયા 900 સાથે ઝડપી લઈ ત્રણ લાખની ફોર્ડ ફિગો કાર અને 50 હજારનો આઈફોન પ્રો 13 કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.