Placeholder canvas

મહીકા: વાડીના શેઢેથી માટી કાઢવાની ના પાડવાની સજા કુંડલીવાળી લાકડીનો માર…

વાંકાનેર તાલુકાના મહીકા ગામે વાડીના શેઢેથી માટી કાઢવાની ના પાડનાર યુવાનને કુંડલી વાળી લાકડી વડે મૂંઢ માર ખાવાનો વખત આવ્યો, માર ખાધા બાદ વાડી માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામે ફુલીયો ધરો નામની સીમમાં વાડી ધરાવતા અજયભાઇ રતાભાઇ ધોળકીયાની વાડીના શેઢેથી આરોપી ગીરીરાજસિંહ વાળા રહે.ગારીયા વાળા માટી ખોદીને કાઢતા હોય અજયભાઈએ માટી કાઢવાની ના પડતા ગિરિરાજસિંહ ઉશ્કેરાઈ ગયા હતા અને કુંડલી વાળી લાકડી વડે ચાર પાંચ ઘા મારી મૂંઢ ઈજાઓ પહોંચાડવાની સાથે ઢીંકા પાટુનો માર મારતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આઇપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ સમાચારને શેર કરો