Placeholder canvas

રાજકોટના ઠેબચડાનો અરેરાટીભર્યો કિસ્સો: ઘોળીયામાં સુતેલા બાળકને કૂતરાએ બચકા ભર્યા, સારવાર દરમિયાન મોત

ગુજરાતમાં રખડતાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, પછી તે આખલા હોય, ગાય હોય કે રખડતા કુતરા હોય. ગુજરાતના દરરોજ કોઈને કોઈ શહેરમાં નાગરિકો રખડતા ઢોરોનો ભોગ બની રહ્યાં છે. રાજકોટમાં આવો જ એક અરેરાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે.

રોજકોટના ઠેબચડા ગામની સીમમાં કરુણ ઘટના બની છે. ઠેબચડા ગામની સીમમાં લક્ષ્મણભાઈની વાડીમાં મૂળ મધ્યપ્રદેશના પારસભાઈ વસાવાનો પરિવાર મજૂરી કામ કરે છે અને ત્યાં જ રહે છે. પારસભાઈ અને તેમની પત્ની વાડીમાં ખેતીકામ કરી રહ્યા હતા, ત્યારે તેમના 9 મહિનાના બાળક સાહિલને પાસે ઘોડિયામાં સૂવડાવ્યો હતો. 

સાહિલ ઘોર નિંદ્રામા હતો, અને માતાપિતા મજૂરીકામમાં વ્યસ્ત હતા, ત્યારે સીમનો રખડતો કુતરો ત્યા આવી ચઢ્યો હતો. તેણે બાળકને ગળેથી ઉંચક્યો હતો અને તેને બચકુ ભર્યુ હતું. આ બાદ સાહિલે રડવાનુ શરૂ કર્યુ હતું. જેથી માતાપિતા અને આસપાસના લોકો બાળકને બચાવવા દોડી ગયા હતા. પરંતુ રખડતા કુતરાએ પારસભાઈ અને એક વૃદ્ધાને પણ બચકા ભર્યા હતા. 

હડકાયા કુતરાથી બાળકને બચાવવાનો બહુ પ્રયાસ કરાયો, પણ તે નિરર્થક નીવડ્યો હતો. તેના ગળામાંથી લોહી નીકળવા લાગ્યુ હતું. આખરે કુતરાએ તેને છોડતા લોહી લુહાણ હાલતમાં સાહિલને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન 9 માસના બાળક સાહિલનું મોત નિપજ્યું હતું. દીકરાના મોતથી ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. 

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો