વાંકાનેર: ગારીયા પાસે વરલી મટકાનો જુગાર રમતા બે ઝડપાયા
વાંકાનેર : તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ગારીયા ગામના પુલ નજીકથી બે શખ્સોને વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.
મળેલ વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગારીયા ગામના પુલ નજીક આરોપી જયસુખભાઇ ધરમસીભાઇ રોજાસરા, રહે-ગારીયા ગામ તથા શૈલેષભાઇ મલાભાઇ રાતડીયા, રહે-વાંકાનેર સિપાઇ શેરી નંબર-૨ વાળા વરલી મટકાનો જુગાર રમતા હોય પોલીસે બન્નેના કબ્જામાંથી રોકડા રૂપિયા 4800 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.