Placeholder canvas

ગત્રારાળનગર શાળામાં નિવૃત્તિ સન્માન સમારંભ અને શાળા ટીવિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું.

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના ગત્રારાળનગરમા આવેલી પ્રાથમિક શાળાના શિક્ષિકા કનકલતાબેન ગોસ્વામી વયોનિવૃત્ત થતા તેમને વિદાય આપતો વિદાય સન્માન સંભારમ અને શાળા ટિવીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ સિંધાવદર ગામના સામાજિક અને રાજકીય અગ્રણી યુસુફભાઈ શેરસીયા, ગામના પૂર્વ સરપંચ ઇસ્માઈલભાઈ પરાસરા, એસએમસી કમિટીના અધ્યક્ષ અને આ વિસ્તારના ગ્રામ પંચાયતના સભ્ય તેમજ આ શાળામાં નોકરી કરી ગયેલા પૂર્વ શિક્ષકો અને ગત્રારાળનગર શાળાના આચાર્ય,શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ નવી સિંધવદર શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં હાજર રહેલા મહેમાનોનું ફૂલ હારથી જ સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ નિવૃત્ત થતા કનકલતાબેનને સન્માન કરી ભેટ આપીને વિદાય આપવાની સાથે તેઓની બાકી જિંદગી સુખ શાંતિ અને તંદુરસ્તી સાથે વિતાવે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સાથોસાથ ગત્રારાળનગર શાળાના પૂર્વ શિક્ષક રજાકભાઈને તાજેતરમાં બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળેલ છે, જે બદલ તેમનું પણ અહીં સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિદાય લેતા કનકલતાબેન ગોસ્વામીએ તમામ શિક્ષકો અને આગેવાનો આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે હું નિવૃત્ત થાવ છું… આ શાળામાં મેં પાંચ વર્ષ સુધી પગાર લઈને નોકરી કરી છે, પરંતુ હવે નિવૃત્તિ બાદ છ મહિના સુધી હું ફ્રી સેવા આપીશ… તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાતને હાજર રહેલ તમામ લોકોએ વધાવી લીધી હતી. અને છેલ્લે તેઓએ શાળાને યાદગીરી રૂપે ભેટ આપી હતી.

કાર્યક્રમના અંતે મહેમાનો શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે સમૂહ ભોજન લીધું હતું.

આ સમાચારને શેર કરો