Placeholder canvas

વાંકાનેર: ગુંદાખડા પ્રાથમિક શાળાના શિક્ષક ઉમેશ સાગર ને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો

વાંકાનેર તાલુકાના ગુંદાખડા પ્રાથમિક શાળાના શિક્ષક ઉમેશ સાગર ને શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ મળ્યો છે.

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે શિક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકોને રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પારિતોષિક એનાયત કરવામાં આવે છે. આ વર્ષે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ગુંદાખડા પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી ઉમેશ દિનેશકુમાર સાગર કે જેઓએ પોતાની શાળામાં આધુનિક ટેકનોલોજીનો પ્રવર્તમાન શિક્ષણના પ્રવાહો સાથે ઉપયોગ કરી ખૂબ જ અસરકારક શિક્ષણ કાર્ય કરાવવા બદલ તેઓને વાંકાનેર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV
આ સમાચારને શેર કરો