ખાંભડા પાસે ટ્રેલરની ઠોકરે બાઇક સવાર દંપતી ફંગોળાયું, પત્નીનું ઘટનાસ્થળે જ મોત

સુરેન્દ્રનગરના ખાંભડા પાસે ટ્રેલર હડફેટે બાઈક સવાર દંપતીને અકસ્માત બાદ ઈજા થતા પતિને ઈજા અને પત્નીનું મોત થતા ટ્રેલરના ચાલક સામે અકસ્માત અંગેની ફરિયાદ નોધાઈ છે. ધ્રાંગધ્રાનુ દંપતિ સુરેન્દ્રનગર પાસે અકસ્માતમાં પત્નિના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.

આ બનાવની વિગત અનુસાર ધ્રાંગધ્રાના ખાંભડા ગામે રહેતા દિનુભાઈ ઉર્ફે દિનેશભાઈ ભલાળીયાભાઈ રાઠવા અને તેમના પત્ની સુમીત્રાબેન બંને બાઈકમાં પસાર થતા હતા. ત્યારે ટ્રેલર નં.RJ-36-GA-3872ના ચાલકે બાઈકને ઠોકર મારતા બંને પડી જતા સુમીત્રાબેન ઉપર ટ્રેલરનું વ્હીલ ફરી વળતા ગંભીર ઈજા થતા દવાખાને ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ધ્રાંગધ્રા પોલીસ પથકમાં ટ્રેલર ચાલક સામે દિનુભાઈ રાઠવાએ ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો