Placeholder canvas

કુવાડવામાં પૂર્વકેબીનેટ મંત્રી સાપરિયાની ઉપસ્થિતિમાં, બાબુભાઈ નિશિતના હસ્તે પેવર બ્લોકનું ખાતમુહુર્ત 

કુવાડવા : રાજકોટ તાલુકાના કુવાડવા ગ્રામ પંચાયતના 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. સરકારી હોસ્પિટલની બાજુમાં પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયા ભાજપ રાજકોટ તાલુકાના સંગઠનના હોદ્દેદારો પ્રકાશભાઈ કાકડીયા કુવાડવા ગ્રામ પંચાયતના હોદ્દેદારો બાબુભાઈ નિશિત હસ્તક ખાતમુરત કરવામાં આવ્યું હતું

જેમાં ઉપસ્થિત કુવાડવા ગામ પંચાયતના સરપંચ સંજયભાઈ ગાંડુભાઈ ધરજીયા મોરબી જિલ્લા ઉપપ્રમુખ અમરશીભાઈ, મંત્રી ભાજપ જીગ્નેશ ભાઈ તલસાણીયા ડોક્ટર રાયધનભાઈ મકવાણા અને આજુબાજુના દુકાનદારો અને માલિક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કુવાડવા રેફરલ હોસ્પિટલથી પુજારા મોબાઈલ સુધી પેવર બ્લોક અને રસ્તો થઈ જશે અને વાહન વ્યવહારની નડતરરૂપ નહીં થાય જેથી રસ્તાની રસ્તાની જગ્યા પણ ખુલ્લી થશે, કચરો અને ધૂળ ઉડતી બંધ થશે. વેપારીઓ તથા ધંધાર્થીઓની રાહત મળશે આ રસ્તો બનાવવા માટે સાત લાખ વીસ હજાર 15 માં નાણાપંચ માંથી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો