Placeholder canvas

‘તાઉતે’ની કાલ સાંજ સુધી અસર રહેશે. વાવાઝોડાના ટ્રેકના ભાગોમાં 12 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે.

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી : વાવાઝોડા ટે્રકના બંને બાજુના વિસ્તારોમાં 4 ઇંચ સુધી વરસાદ પડશે : લેન્ડફોલ બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે.

સૌરાષ્ટ્રમાં આજે રાત સુધીમાં ‘તાઉતે’ વાવાઝોડુ સાગરકાંઠા પર ટકરાવવાનું છે. ત્યારે તેની અસર હેઠળ અમુક વિસ્તારોમાં 12 ઇંચ સુધીનો અતિભારે વરસાદ થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે.

કાલ સાંજ સુધી વાવાઝોડાની અસર રહેશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મધ્યપૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલુ ‘તાઉતે’ વાવાઝોડુ વધુને વધુ શકિતશાળી બનવા સાથે ‘અત્યંત ગંભીર’ની શ્રેણીમાં આવી ગયું છે. આજે બપોરે બે વાગ્યાની સ્થિતિએ વાવાઝોડાનું લોકેશન 19.6 કિ.મી. નોર્થ તથા 71.5 ડીગ્રી ઇસ્ટનું હતું જે સૌરાષ્ટ્રના દક્ષિણી દરિયા કિનારાથી 125 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં કેન્દ્રીત હતું. વાવાઝોડાના સ્થળે 150 થી 190 કિલોમીટરની ઝડપે પવન ફુંકાય રહ્યા છે. ઝાટકાના પવનોની તીવ્રતા 210 કિલોમીટર સુધીની છે. આજે રાત સુધીમાં સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયા કિનારે ટકરાશે અને ત્યારબાદ ઉત્તર-ઉત્તર પૂર્વની દિશામાં આગળ ધપશે.

વાવાઝોડાના પ્રભાવ હેઠળ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરતા તેઓએ કહ્યું હતું કે વાવાઝોડાના ટ્રેક પરના ભાગોમાં 8 થી 12 ઇંચ સુધીનો વરસાદ થવાની શકયતા છે. સાથોસાથ પવન પણ વધુ હશે. કાંઠાળા ભાગોમાં 150 કિ.મી.નો પવન ફુંકાશે અને સિસ્ટમ અંદર જશે તેમ તેની તીવ્રતા 50 કિ.મી. સુધી આવશે.વાવાઝોડાના ટ્રેકની બંને બાજુએ પણ વરસાદ થશે અને તેની માત્રા 1 થી 4 ઇંચ સુધી રહી શકે છે.

વાવાઝોડુ ‘તાઉતે’ આજે રાત્રે સૌરાષ્ટ્રના દક્ષિણ સાગરકિનારામાં ત્રાટકવાનું છે અને ત્યારબાદ ઉત્તર ગુજરાત તરફ ગતિ કરશે. આ સંજોગોમાં પણ રાજયમાં આવતીકાલ સાંજ સુધી વાવાઝોડાની અસર રહેવાની શકયતા છે.વાવાઝોડુ અત્યંત તીવ્ર કેટેગરીનું છે અને વર્ષો બાદ આ શ્રેણીનું વાવાઝોડુ ત્રાટકે તેમ છે ત્યારે તેના વિશેની હવામાન ખાતાની સુચનાને અનુસરવા તેઓએ સુચવ્યું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો