Placeholder canvas

ટંકારા: NMMSની પરીક્ષામાં તાલુકા પ્રથમ ક્રમે શ્રુતિ નગવાડીયા

એમ.પી.દોશી વિધાલય સહિત ટંકારા તાલુકાનુ નામ રોશન કર્યું

ટંકારા: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ધોરણ 8ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ગત તારીખ 14/03/2021ના રોજ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ(NMMS)પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેનું પરિણામ 13/05/2021ના સાઇટ ઉપર મુકવામાં આવેલ છે.

આ પરીક્ષા પાસ કરીને મેરિટમાં સમાવેશ પામતા બાળકોને રાજ્ય સરકાર તરફથી અડતાલીસ હજાર રૂપિયા સીધા બાળકના ખાતામાં જમા કરવામાં આવે છે. આ પરીક્ષામાં સમગ્ર મોરબી જિલ્લામાં 46 મો ક્રમાંક અને ટંકારા તાલુકાની તમામ શાળાઓ માથી પ્રથમ ક્રમે રહી ટંકારાની એમ પી દોશી વિધાલયની વિધાર્થીની શ્રુતિ સંજયભાઈ નગવાડીયાએ અનેરી સિધ્ધી મેળવી શાળાનું, તાલુકાનુ અને તેમના પરીવારનુ ગૌરવ વધાર્યું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો