Placeholder canvas

લોકો હવે ચૂંટણીના ભૂંગળાથી થાકી ગયા છે : બસ હવે આજે સાંજથી થઈ જશે બંધ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા બે દિવસથી દરેક પક્ષના આગેવાનો અને ઉમેદવારો લગભગ રઘવાયા થયા છે અને મતદારો તેના મનને કળવા નથી દેતા, ઉમેદવારો અને આગેવાનો મતદારોને રીઝવવા માટે અલગ અલગ નુસખા અપનાવી રહ્યા છે. આમ છતાંય મતદારો હજુ તેમનું મન કળવા દેતા નથી. અને કોઈને કળવું દાતણ પણ દેતા નથી… શું થાશે ? જેથી છાતી ઠોકીને કોઈ કહી શકે તેમ નથી !! (અમુક અપવાદ સીટને બાદ કરતા…)

હવે મતદારો ઉમેદવારો, આગેવાનો દ્વારવા કરવામાં આવતા પ્રચારથી કંટાળી ગયા છે અને તેમાંય ભૂંગળા ની જગ્યા ડીજેએ લેતા લોકો આ ઘોઘાટ થી ગળે આવી ગયા છે, થાકી ગયા છે. અમુક ઉમેદવાર ની ડીજે ગાડી એક જગ્યાએ અવારનવાર નીકળે અને કાને પડ્યું કાંઈ સંભળાય નહીં !! દિલના ધબકારા વધી જાય અને માથું તો ફાટફાટ થાય અને પછી મગજ જાય એટલે કે આ એની………….(ખાલી જગ્યા, ખાલી જગ્યા)…………… બંધ નથી થતા !!!

કેટલાક લોકો તો એટલી હદે કંટાળ્યા કે તેઓ જાહેરમાં કહેવા લાગ્યા કે હવે તો આ ગાડી વાળાને મત દેવો જ નથી !!! જોકે કોઈ પણ સ્પીકર કે ડીજે માં જાહેરમાં વગાડવા માટે નિયમ તો છે પણ અમલવારી કરે કોણ ? જાહેરમાં તમે અમુક ડીઝેબલથી વધારે અવાજથી સાઉન્ડ કે ડીજે વગાડી ન શકો પણ આ નિયમમો નિયમની બુકમાં જ સારા લાગે અને અત્યારે ઓફિસમાં પુરાયેલા રહેતા અધિકારીઓએ આવા કેટલાય નિયમને કોથળામાં નાખી દીધા છે.

ત્યારે આવા પીડિત લોકોને જણાવવાનું કે તમારે હવે ઝાઝું સહન કરવાનું નથી, આજે એટલે કે તારીખ 29/11/2022 ને મંગળવારની સાંજે 5:00 વાગ્યે આ ચૂંટણી પ્રચારના તમામ ભૂંગળા થઈ જશે બંધ !!! હવે થોડાક કલાક સહન કરી લ્યો !! એ વાત અલગ છે કે ચૂંટણી પછી પાંચ વર્ષ તો સહન કરવાનું જ છે…… !!!

મતદાન અવશ્ય કરજો

કોઈ પણ જાતની સેહ શરમ રાખ્યા વગર, કોઈ પણની વાતમાં આવ્યા વગર, કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મને જોયા વગર, તમારા વિસ્તારના કામ કરી શકે તેવા ઉમેદવારને ગુજરાતની વિધાનસભામાં તમારા પ્રતિનિધિ તરીકે મોકલવા માટે મત અવશ્ય આપજો.

( કપ્તાન દ્વારા જન હિતમાં પ્રસિદ્ધ)

આ સમાચારને શેર કરો