Placeholder canvas

મોરબી: ભારતીય વિધાલયમાં વ્યસનની જાગૃતી અર્થે વકૃતવ સ્પર્ઘાનું આયોજન કરાયુ.

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તથા તાલુકા હેલ્થ ઓફીસ મોરબી અને અર્બન હેલ્થ સેન્ટર સો ઓરડીના સહયોગથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વકૃત્વ સ્પર્ઘા યોજાઇ.

તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર મોરબી દ્રારા ભારતીય વિધાલયમાં વ્યસનની જાગૃતી અર્થે વકૃતવ સ્પર્ઘા નું આયોજન કરવામાં આવેલ. તમાકુ નિષેધ વકતૃત્વ હરીફાઈમાં ૧૦ જેટલા વીઘાર્થીએ ભાગ લીધેલ જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આથિક અસરો. સમાજમાં તમાકુના દુષણ અટકાવવાના પગલાઓ તથા તમાકુના કારણે થતા કેન્સરના રોગની સારવારમાં થતા ખર્ચ વીશે વકૃત્વ સ્પર્ધા યોજેલ .જેમાંથી શ્રેષ્ઠ વકૃત્વ વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીને ઈનામ આપવામાં આવેલ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ અને સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓ ને નાસ્તો કરાવામાં આવેલ.

કાર્યક્રમના અંતે આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર ડો. પ્રકાશ દલવાડી તથા સો ઓરડી ડો.ખોરજિયા તથા જિલ્લા પંચાયતના તેહાનભાઈ તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા તમામ સ્ટાફ ગણ, તથા સુપરવાઇઝર અજય વાઘેલા અને અર્બન સ્ટાફ હાજર રહયા હતા.

આ સમાચારને શેર કરો