Placeholder canvas

પંચાસીયામાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંઘ લેખન સ્પર્ઘા યોજાઇ.


મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તથા તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર તીથવા ના સહયોગથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંઘ લેખન સ્પર્ઘા યોજાઇ.

આજ રોજ તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર તીથવા દ્રારા પંચાસીયા ગામે આવેલ પંચાસીયા હાઇસ્કુલ ખાતે માઘ્યમીક શાળામાં વ્યસનની જાગૃતી અર્થે નિબંઘ લેખન સ્પર્ઘા નું આયોજન કરવામાં આવેલ.
તમાકુ નિષેધ વકતૃત્વ હરીફાઈમાં ૨૦ જેટલા વીઘાર્થીએ ભાગ લીધેલ જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આથિક અસરો. સમાજમાં તમાકુના દુષણ અટકાવવાના પગલાઓ તથા તમાકુના કારણે થતા કેન્સરના રોગની સારવારમાં થતા ખર્ચ વીશે નીબંઘ લેખન કરવામાં આવેલ.જેમાંથી શ્રેષ્ઠ નીબંઘ લખનાર વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીને ઈનામ આપવામાં આવેલ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ અને સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓ ને નાસ્તો કરાવામાં આવેલ.

કાર્યક્રમના અંતે આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર ડો. રવીરાજ મકવાણા તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇએ તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપવામાં આવેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા તમામ સ્ટાફ ગણ, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર તીથવાના સુપરવાઇઝર સલીમભાઇ, TMPHS માથકીયાભાઈ તેમજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર તીથવા હેઠળના પંચાસીયા સબસેન્ટરનો સ્ટાફ, અને RBSK ટીંમના કર્મચારી ડો. મહેજબીન ગઢવાળા, સી.એચ.ઓ. અફશાનાબેન ખોરજીયા હાજર રહયા હતા.

આ સમાચારને શેર કરો