વાંકાનેર: ઢુવા ઓવરબ્રિઝ પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર ઢુંવા ઓવરબ્રિજ પાસે પગપાળા જઈ રહેલા દિલીપભાઈ બુધેસિંગ ઉર્ફે બુધિયા ડાવર ઉ.19 રહે.સનરે સિરામિક, ઢુંવા મૂળ રહે.મધ્યપ્રદેશ નામનો યુવાન રોડ ક્રોસ કરતો હતો ત્યારે તારીખ 20ના રોજ મોડીરાત્રે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

લોકો હવે ચૂંટણીના ભૂંગળાથી થાકી ગયા છે : બસ હવે આજે સાંજથી થઈ જશે બંધ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા બે દિવસથી દરેક પક્ષના આગેવાનો અને ઉમેદવારો લગભગ રઘવાયા થયા છે અને મતદારો તેના મનને કળવા નથી દેતા, ઉમેદવારો અને આગેવાનો મતદારોને રીઝવવા માટે અલગ અલગ નુસખા અપનાવી રહ્યા છે. આમ છતાંય મતદારો હજુ તેમનું મન કળવા દેતા નથી. અને કોઈને કળવું દાતણ પણ દેતા નથી… શું થાશે ? જેથી છાતી […]

મોરબી: ટુ વ્હીલર વાહનની GJ-36-AE નવી સીરીઝ શરૂ થશે.

મોરબી : મોરબી જિલ્લામાં ટુ વ્હીલર વાહન માટેની સીરીજ GJ-36- AE- ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર તા.૧૯-૦૨-૨૦૨૨થી ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે. ટુ વ્હીલર માટે પસંદગી નંબર મેળવવા માટે નિયત ફી રૂા ૨૦૦૦/- તથા ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂા.૮૦૦૦/- તથા સીલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂા. ૩૫૦૦/- સરકાર દ્વારા નકકી કરેલ છે. પસંદગી નંબર […]

મોરબી જિલ્લા પંચાયતમાં ભાડે લેવાતા વાહનમાં જબરું કૌભાંડ

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હસ્તક ભાડે લેવાતા વાહનમાં જબરું કૌભાંડ ચાલી રહ્યું હોવાની શંકા વ્યક્ત કરી આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા છેલ્લા બે વર્ષથી ટેન્ડર પ્રક્રિયા વગર ખાનગી પેઢીને ખટાવવા ચાલતા ખેલને નિશાન ઉપર લીધો છે. આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયાએ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે અંજલી કન્સ્ટ્રક્શન નામની પેઢી પાસેથી હાલમાં 25 જેટલા […]