Placeholder canvas

વાંકાનેર: આગાભી પીપળીયામાં દસ્તાવેજથી વધુ જમીન પચાવી પાડનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

અગાભી પીપળીયા ગામે દસ્તાવેજ કરાયો 8 એકરનો અને જમીન પચાવી 12 એકર

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે આઠ એકર જમીનનો દસ્તાવેજ કરાવ્યો હોવા છતાં મૂળ જમીન માલિકની બાકી રહેતી ચાર એકર જમીન પચાવી પાડવામાં આવતા મહિલા સહીત ત્રણ ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ છે.

મળેલ માહિતી મુજબ મૂળ અગાભી પીપળીયા ગામના વતની અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ખાતે રહેતા અશોકસિંહ ગંભીરસિંહ જાડેજાએ વર્ષ 1995માં પોતાની માલીકીની અગાભી પીપળીયા ગામના સર્વે નંબર ૭ પૈકી ૩ ની કુલ જમીન ૧ર એકર અને ૯ ગુઠા વાળી જમીન પૈકી ૮ એકર અને ૧૬ ગુઠા જમીનનુ વેચાણ અગાભી પીપળીયા ગામના (૧) મણીબેન રતાભાઇ ભરવાડ (ર) રાઘવભાઇ રતાભાઇ ભરવાડ (૩) વિરમભાઇ રતાભાઇ ભરવાડને કર્યું હતું.

પરંતુ જમીન વેચાણ લેનારા ૧) મણીબેન રતાભાઇ ભરવાડ (ર) રાઘવભાઇ રતાભાઇ ભરવાડ (૩) વિરમભાઇ રતાભાઇ ભરવાડ દ્વારા આ જમીન પૈકી બાકી રહેતી ૪ એકર જેટલી જમીન પણ પચાવી પાડવાના આશયથી પોતાનો અનઅધિકૃત કબ્જો ચાલુ રાખી વાવેતર કરી પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરતા હોવાથી જમીન માલિક અશોકસિંહ ગંભીરસિંહ જાડેજાએ લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ પગલાં લેવા અરજી કરી હતી જે મંજુર રહેતા પોલીસ દ્વારા નવા કાયદા મુજબ પગલાં ભરવામાં આવ્યા છે.

વધુમાં હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે અશોકસિંહ ગંભીરસિંહ જાડેજાની ફરિયાદને આધારે (૧) મણીબેન રતાભાઇ ભરવાડ (ર) રાઘવભાઇ રતાભાઇ ભરવાડ (૩) વિરમભાઇ રતાભાઇ ભરવાડ વિરુદ્ધ મોરબી જિલ્લા કલેકટરના હુકમ નંબર લેન્ડ ગ્રેબીંગ સમીતીની તા.૧૫/૧૧/૨૦૨૧ બેઠકમાં થયેલ હુકમ મુજબ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ની કલમ-૪(૧)(૩), ૫(ગ) તથા આઇ.પી.સી. કલમ-૧૧૪ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો