વાંકાનેર: તિથવાના કુબામાંથી જુગાર રમતા ત્રણ ઝડપાયા
વાંકાનેર : આ વર્ષે જુગારીઓ થોડા આગોતરા જાગી ગયા છે, શ્રાવણ માસ શરૂ થયા પહેલા જ જુગારની મોસમ શરૂ થઈ ગઈ છે, હવે તો આ મોસમ પુર બહાર ખીલશે. પોલીસ જુગારીઓને પકડી રહી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરે છે, આમ છતાં લગભગ દરરોજ જુગાર રમતા પકડાયાના સમાચારો અપલોડ થતા રહે છે.
વાંકાનેર તાલુકાના તીથવા ગામના પેટાપરા કુબા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પ્રવિણભાઇ શામજીભાઇ વીરસોડીયા, મનુભાઇ સાંમતભાઇ વિરસોડીયા અને ભુપત છનાભાઇ બારૈયા, રહે.ત્રણેય તિથવા, કુબા વિસ્તાર વાળાને રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 10,600 કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.