Placeholder canvas

વાંકાનેર: તોફીકભાઈને મળેલ પૈસા સાથેનું પાકીટ તેમના માલિક રાહુલભાઈને સોંપ્યુ !

તોફીકભાઈની ઈમાનદારી જોઈને રાહુલે કહ્યું હજુ ઈમાનદારી બચી છે.

વાંકાનેર : ગઈકાલે નેશનલ હાઇવે જકાતનાકા પાસેથી વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામના રહેવાસી બાદી તોફિકભાઈ અબ્દુલરહીમભાઈને એક પૈસા સાથેનું પાકીટ મળ્યું હતું. એ પાકીટમાં આધાર કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને આશરે ચારથી પાંચ હજાર રૂપિયા અને એક એક ડોલરની બે નોટો હતી. પરંતુ માલિકનો કોન્ટેક નંબર ન હોવાથી તેમના સુધી આ પાકીટ તેવો પહોંચાડી શકે તેમ ન હતા…

જેથી તોફીકભાઈએ કપ્તાન ન્યુઝનો સંપર્ક કરીને આ સંપૂર્ણ હકીકત જણાવી હતી, જેમની અનુસંધાને ગઈકાલે સાંજના સમયે કપ્તાન ન્યુઝમાં આ પાકીટ મળ્યા બાબતની એક પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી, આ પોસ્ટ પબ્લિસ થયા ના માત્ર 15 જ મિનિટમાં રાહુલભાઈએ પોસ્ટમાં આપેલ નંબર પર તોફિકભાઈનો સંપર્ક કર્યો હતો અને બંને વચ્ચે વાત થયા મુજબ આજે તા. 29/7/2022ના રોજ બન્નેની મુલાકાત થઈ હતી.

આજે સવારે 10:00 વાગ્યાની આસપાસ તોફિકભાઈ બાદીના મોટાભાઈ મહંમદભાઈ બાદી કપ્તાન ન્યુઝની ઓફિસ પર આવીને જણાવ્યું હતું કે રાહુલભાઈ સાથે વાત થઈ છે તેઓ પોલીસ સ્ટેશન આવે છે આપ પણ અમારી સાથે પધારો… તોફીકભાઈના મોટાભાઈ મોહમ્મદભાઈએ પાકીટના માલિક રાહુલભાઈને સીટી પોલીસ સ્ટેશનમાં PSOની હાજરીમાં પાકીટ આપ્યું હતું. જેમની પરત મળવાની આશા પણ છોડી દીધી હતી તે પાકીટ તોફિકભાઈ બાદીની ઈમાનદારી અને કપ્તાન ન્યૂઝની મધ્યસ્થિતિ થી રાહુલભાઈને મળી ગયું.

રાહુલભાઈ પાકીટ લીધા પછી તોફિકભાઈને તેમાંથી પૈસા આપતા હતા પરંતુ તોફીકભાઈના ભાઈ મોહમ્મદભાઈ એ ન સ્વીકાર્યા અને એટલું જ કહ્યું કે આ જરૂરી તમારા ડોક્યુમેન્ટ તમને મળી ગયા બસ એ વાતનો આનંદ છે. રાહુલભાઈએ ઘણી કોશિશ કરી પરંતુ તેઓએ પૈસા ન જ લીધા… છેવટે એવું કહ્યું ભાઈ વધારે નહીં તો તમે ઠેઠ સમઢીયાળાથી અહીંયા આવ્યા છો તો કમ સે કમ પેટ્રોલના પૈસા લો…. પરંતુ મોહમ્મદભાઈ બાદીએ તે પણ લેવાની ના પાડી આમ બને ના ચહેરા ઉપર ખુશી દેખાતી હતી. રાહુલના ચહેરા ઉપર ખુશી એટલે હતી કે તેમનું ખોવાયેલ પાકીટ પાછું મળ્યું અને મહમદભાઈના ચહેરા ઉપર ખુશી એટલે હતી કે તેમને જે વ્યક્તિનું પાકીટ ખોવાયું હતું તેમને પરત કરી શક્યા…

રાહુલભાઈ પરમાર વાંકાનેર પંચાસર રોડ ઉપર આવેલા નવાપરામાં રહે છે અને ટાઇલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ ગઈકાલે તેમના મધર માટે વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલ પટેલ મેડિકલમાં દવા લેવા ગયા હતા અને ત્યાં ગયા ત્યારે તેમને ખબર પડી કે પાકીટ કયાક પડી ગયું છે. તેમને પાકીટ મળવાની આશા પણ છોડી દીધી હતી કેમ કે પાકીટમાં ચાર-પાંચ હજાર રૂપિયા હતા. એટલે કદાચ પાકીટ પાછું ન મળે પરંતુ તેમની માટે પાકીટ કરતા અંદર રહેલા ક્રેડિટ કાર્ડ અને ઓરીજનલ ડોક્યુમેન્ટ ખૂબ જરૂરી હતા. પાકીટમાં ડોક્યુમેન્ટ અને પૈસા મળતા તેઓ ખુશ જણાતા અને તેઓએ કહ્યું કે આવા ઈમાનદાર લોકો બહુ ઓછા છે અને તોફીકભાઈ તેમના ભાઈ મોહમ્મદભાઈ બધાનો ખુબ આભાર માન્યો હતો સાથોસાથ કપ્તાન ન્યુઝની પણ કામગીરીને બિરદાવીને અને થેન્ક્યુ કહ્યું હતું.

આજે કારની ચાવી મળી !!

આજે વાંકાનેરના પ્રતાપરોડ ઉપરથી પુથ્વીરાજસિંહ ઝાલાને એક હુન્ડાઈ કારની ચાવી મળી હતી. તેઓએ પણ કપ્તાન ન્યૂઝનો સંપર્ક કર્યો હતો અને કપ્તાન ન્યુઝ આ બાબતની પોસ્ટ કરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યાં જ અન્ય કોઈ માધ્યમથી ચાવીના માલિકની ખબર મળી જતા પૃથ્વીરાજસિંહએ કપ્તાનને ફોન કરીને કહ્યું હતું કે હવે આ પોસ્ટ ન કરશો કેમકે આ ચાવી પીજીવીસીએલના કોઈ કર્મચારીની i20 કારની ચાવી છે. તેમને અમોએ ખરાઈ કરીને આપી દીધી છે. આ બે બનાવથી ખરેખર કહેવાનું મન થઈ જાય કે ‘વાહ વાંકાનેર વાહ…’

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ
સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો