Placeholder canvas

આગામી સત્રથી સરકારી યુનિવર્સીટીમાં કોમન પ્રવેશ પ્રક્રિયા થશે…

કોમન યુનિવર્સિટી એક્ટનું બિલ પાસ થઈ ગયું છે. ત્યારે હવે સરકારી યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં મોટા ફેરફાર આવ્યા છે. વિદ્યાર્થીઓએ અગાઉ અલગ અલગ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે અલગ અલગ ફોર્મ ભરવા પડતા હતા જેની જગ્યાએ હવે માત્ર એક જ વખત રજીસ્ટ્રેશન કરાવી તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકશે.

ધોરણ 12 બાદ વિદ્યાર્થીઓને અલગ અલગ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો હોય તો અલગ અલગ જગ્યાએ જવું પડતું હતું. અલગ અલગ યુનિવર્સિટીમાં ફોર્મ ભરવા પડતા હતા. ત્યારે હવે એન્જિનિયરિંગની જેમ કોર્મસ અને સાયન્સના કોર્સમાં કોમન એડમિશન પ્રક્રિયા શરૂ કરાશે.

આ સમાચારને શેર કરો