Placeholder canvas

પડધરી: રામપરમાં સોલાર પેનલ ફાટતા બે વિદ્યાર્થી દાઝ્યા, એકનું સારવાર દરમિયાન મોત

રાજકોટ નજીક મોટા રામપર ગામમાં આવેલ શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરૂકુળની હોસ્ટેલમાં સોલારનો પાઈપ ફાટતાં રાજકોટના રેલનગરમાં રહેતા અને ધો.8ના વિદ્યાર્થી મિત પટેલ ગંભીર રીતે દાઝી ગયા બાદ સારવારમાં મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે દાઝેલા અન્ય એક છાત્રને સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મળેલી માહિતી મુજબ રાજકોટના રેલનગરમાં આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતા મિત પંકજભાઈ કોટડિયા (ઉં.વ.13) પડધરીના મોટા રામપરમાં આવેલ શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરૂકુળમાં ધો.8માં અભ્યાસ કરતો હતો અને ત્યાં જ આવેલ ગુરૂકુળની હોસ્ટેલમાં રહેતો હતો.


ગત 14 માર્ચના રોજ મિત અને તેની સાથે હોસ્ટેલમાં રહેતો ઓમ બુશા (ઉં.વ.12) બન્ને હોસ્ટેલની અગાશી પર હતા. ત્યારે ત્યાં ફીટ કરેલી સોલાર પેનલ અચાનક ફાટી હતી. જેમાં આગ લાગતા બન્ને બાળકો શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. બન્ને છાત્રોને સારવારમાં ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા.સારવાર દરમિયાન મિતની તબિયત વધુ લથડતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ગઈકાલે મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો