Placeholder canvas

વાંકાનેર: પેડકમાં ‘તને મારી નાખવો છે’ કહી વૃદ્ધને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેરની પેડક સોસાયટી નજીક ગાળો બોલવા મુદે માથાકુટ થઇ હતી જેમાં ત્રણ શખ્સોએ મળીને વૃદ્ધને માર માર્યો હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે

વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષીય ફરિયાદી જેરામભાઇ જીવાભાઇ વોરાએ તેમની જ સોસાયટીમાં રહેતા આરોપી રમેશભાઇ હરીભાઇ વોરા અને તેના પુત્રો કિશોરભાઇ રમેશભાઇ વોરા અને ભરતભાઇ રમેશભાઇ વોરા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ ૧૬ ના રોજ સાંજના છ વાગ્યા દરમ્યાન તેઓ પોતાના ઘરે હતા. એ દરમિયાન આરોપીએ તેમને નિહાળીને ગાળો બોલતા હોય જેથી જેરામભાઇએ ગાળો બોલવાની ના પાડતા ત્રણેય બાપ-દીકરોઓ એકદમ ઉશ્કેરાય ગયા હતા અને ઘર પાસે શેરી મા આવી જેરામભાઇ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.

કિશોરભાઇએ લાકડી વડે જેરામભાઇને જમણા હાથના કાડમાં એક ઘા મારતા તેઓ પડી ગયા હતા અને તેના પુત્રોએ ઢોર માર માર્યો હતો. એ વખતે જેરામભાઇના પરિવારજનો આવી જતા ત્રણેય બાપ- દીકરો જતા જતા કહેતા હતા કે ‘આજે તો બચી ગયો છો. તને જાન થી મારી નાખવો છે’ તેમ મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો