Placeholder canvas

પીપરડી ગામમાં દીપડો દેખાયો વાછરડાનું મારણ કરે ત્યાં માલિક જાગી ગયા…

વાંકાનેર તાલુકાનું છેવાડાનું અને મચ્છુ ડેમના કાંઠે આવેલ નાનકડા એવા પીપરડી ગામમાં દીપડો આવી ચડ્યો હતો.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પીપરડી ગામે આજે વહેલી સવારના બે વાગ્યાની આસપાસ પીપરડી ગામ ના રાજેશ સામંતભાઈના વાળામાં દીપડો ઘુસી ગયો હતો અને એક નાના વાછરડા ઉપર હુમલો કર્યો હતો તેવામાં વાછરડા માલિક જાગી જતા હાકલા પડકારા કરતા દીપડો થોડોક દૂર જઈને બેઠો હતો પરંતુ વધુ લોકો ભેગા થઇ જતાં દેકારો કરતાં દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. સવારે રાજેશ સમંતભાઈના વડા પાસે જોતા દીપળાના સગળ પણ દેખાયા હતા.

વધુમાં મળેલી માહિતી મુજબ નાના વાછરડાના શરીર પર ઇજા થઇ છે અને માલધારી સમયસર જાગી જતા વાછરડાની જાણ બચી ગઈ હતી. દીપડો ગામમાં આવતા ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું છે અને ગામ લોકો પશુઓની ચિંતા કરી રહ્યા છે. તેમજ હવે રાત્રે બહાર જતા કે વાડીએ જતા લોકો ડરશે. જેથી ફોરેસ્ટના અધિકારીઓએ પાંજરું મુકીને દીપડાને તાત્કાલિક પકડવાની વિધિ કરવી જોઈએ.

જુઓ વિડિયો…
કપ્તાનની ચેનલને લાઈક કરો, સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પુસ કરો.
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો