Placeholder canvas

ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર : ધોરણ 10નું સોમવારે પરિણામ…

ધોરણ 12 સાયન્સનું રીઝલ્ટ આવી ગયા બાદ આજે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે અને ટૂંકમાં ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થશે.

રાજ્યમાં ધોરણ 10માં 9 લાખ 64 હજાર 529 વિદ્યાર્થીઓએ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 25 હજાર 834 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. 28 માર્ચના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ આજે શનિવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને 6 જૂનના રોજ ધોરણ 10નું પરિણામ આવશે.દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થશે. જે બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.www.gseb.org પર જઈ પરિણામ જોઇ શકાશે.

આ રીતે ચેક કરો રિઝલ્ટ
સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB HSC Result 2022 અથવા GSEB SSC Result 2022 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2022 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો
આ સમાચારને શેર કરો