રાજકોટનો લોકમેળો એક દિવસ લંબાયો: હવે સોમવારે છેલ્લો દિવસ…

રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ રાજકોટમાં ચાલી રહેલો લોકમેળો એક દિવસ લંબાવવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે જણાવ્યું છે કે, મેળાને વધુ એક દિવસ લંબાવવા લોકોની માંગણીને ધ્યાને લઈને તેમજ શ્રાવણ માસનો સોમવાર આવતો હોવાથી લોકો મેળો મન ભરીને માણી શકે તે માટે મેળો એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવાયો છે. હવે મેળો ૨૨મી ઓગસ્ટ સુધી ચાલશે. મતલબ કે રાજકોટના લોકમેળાનો આજે રવિવારે છેલ્લો દિવસ હતો પરંતુ હવે લોકમેળાને એક દિવસ લંબાવતા હવે સોમવારે છેલ્લો દિવસ રહેશે…

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/JnLb1qRRcMLL2mOaumRb5j
આ સમાચારને શેર કરો