Placeholder canvas

વાંકાનેર બાઉન્ડ્રી નજીક યુવાનની હત્યારો ઝડપાયો

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યાના બનાવમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે બનાવમાં ફરાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને પોલીસે આરોપીને દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મેસરિયા રોડ પર રંગર સેંડબેરી નામના નવા બનતા કારખાનામાં રહેતા હરપાલસિંહ કલ્લુસિંહ ભદોરીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકી મંગલસિંહ રાજપૂત રહે દોહઈ એમપી વાળાએ રાજુકુમાર જીવલાલ પ્રજાપતિની હત્યા કરી હતી મૃતક રાજુકુમાર જીવલાલ પ્રજાપતિ નામનો યુવાન આરોપી જીતેન્દ્રસિંહ રાજપૂત પાસે પૈસા માંગતો હોય જે પૈસાની લેતીદેતી મામલે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દઈને ગળાના ભાગે ઈજા કરી મોત નીપજાવ્યું હતું

જે ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ વાંકાનેર તાલુકા પીએસઆઈ વી આર સોનારાની ટીમ તપાસ ચલાવી રહી હોય જેમાં હત્યા કરી ફરાર થયેલ આરોપી જીતેન્દ્રસિંહ રાજપૂતને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો