Placeholder canvas

લે બોલ, કોન્ટ્રાક્ટરે વાંકાનેર PGVCL સાથે છેતરપિંડી કરીને TC બારોબાર વેંચી નાંખ્યું !!

વાંકાનેર : પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની વાંકાનેર કચેરીના સ્ટોર રૂમમાંથી એક જ એસઆર નંબર ઉપર એક ને બદલે બે વીજ ટ્રાન્સફોર્મર મેળવી વીજ કંપનીના કોન્ટ્રાક્ટરે 63 કિલો વોટના બે ટ્રાન્સફોર્મર મેળવી વીજ કંપની સાથે છેતરપિંડી આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે બે વર્ષ પૂર્વે કોન્ટ્રાક્ટરે બારોબાર આ ટીસી વેચી નાખ્યા બાદ રાજસીતાપુર નજીક આ ચોરાઉ ટીસીથી વીજચોરી કરવામાં આવતી હોવાનો કિસ્સો બહાર આવતા ટીસી ચોરીનો બનાવ સામે આવ્યો હતો.

આ બનાવ અંગે મળેલી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર નજીક પીજીવીસીએલ કચેરી સુરેન્દ્રનગરના ચેકીંગ દરમિયાન હેવી વિજલાઈનમાં ગેરકાયદેસર રીતે ટીસી મૂકી વીજ ચોરી કરવાનો કિસ્સો ઝડપી લેવામાં આવતા આ વીજ ટ્રાન્સફોર્મર વાંકાનેર વીજ કચેરીનું હોવાનું બહાર આવતા સુરેન્દ્રનગર વીજ કચેરીએ વાંકાનેર પીજીવીસીએલ કચેરીને સમગ્ર મામલે રિપોર્ટ કરી જવાબ માંગ્યો હતો.

જ્યારે વાંકાનેર પીજીવીસીએલ કચેરીના કાર્યપાલક ઈજનેર પરેશભાઈ શરદચન્દ્ર ધુલિયાએ આ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરતા વીજ કચેરીના નિલેશ કોન્ટ્રાકટર પેઢીના અલ્પેશ જે.મેર નામના કોન્ટ્રાકટર દ્વારા વર્ષ 2021મા વાંકાનેરના પાજ ગામે માથકિયા મહમદ અલાવદી નામના ગ્રાહકની અરજી બાદ 63 કિલોવોટનું વીજ ટ્રાન્સફોર્મર મુકવા માટે એસઆર એટલે કે સર્વિસ રિકવેસ્ટના આધારે એક ને બદલે બે ટ્રાન્સફોર્મર મેળવી લઈ બાદમા રૂ.1,01,295 રૂપિયાનું કિંમતનું બીજું વીજ ટ્રાન્સફોર્મર બારોબાર વેચી મારી વાંકાનેર વીજ કચેરી સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું.

આ મામલે વાંકાનેર પીજીવીસીએલ કચેરીના કાર્યપાલક ઈજનેર પરેશભાઈ શરદચન્દ્ર ધુલિયાએ આ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરતા વીજ કચેરીના નિલેશ કોન્ટ્રાકટર પેઢીના અલ્પેશ જે.મેર નામના કોન્ટ્રાકટર વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુન્હો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો