Placeholder canvas

મોરબીના ગ્રામ્ય પંથકમાંથી બે બાળાનું અપહરણ કરનાર ઝડપાયો

પોલીસે પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની બે બાળાઓનું અપહરણ કરી એક ઇસમ લઇ ગયો હતો જે આરોપીને દબોચી લેવામાં આવ્યો છે અને પોલીસે અગાઉ અપહરણનો ગુનો નોંધ્યો હોય જેમાં પોક્સો અને દુષ્કર્મની કલમોનો ઉમેરો કરી વધુ તપાસ ચલાવી છે

આ બનાવની મળેલ માહિતી મુજબ ગત તા. ૧૨ જુલાઈના રોજ મોરબીના ગ્રામ્ય પંથકમાં આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની ૧૩ વર્ષની અને ૮ વર્ષની એમ બે દીકરીઓ ગુમ થઇ હતી જેથી પરિવારે શોધખોળ ચલાવી હતી જોકે બંને બાળાઓનો પત્તો લાગ્યો ના હતો તેમજ ભોગ બનનાર બાળકીની માતાએ મોરબી અને રાજકોટ તપાસ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી ના હતી અને ફરિયાદીના નણંદ જેઓ રાજકોટ રહેતા હોય તેને ફોન કરી જાણ કરી હતી કે રાજકોટમાં વંશરાજનગરમાં રહેતા રજાક નામનો ઇસમ બંનેને લઇ ગયો હતો જેથી ભોગ બનનાર બાળાઓની માતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

જેથી તાલુકા પોલીસે આરોપી રજાક વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં આરોપી રજાક ઈશાભાઈ ગગાભાઈ મુસાણી રહે કોઠારિયા રોડ રાજકોટ વાળાને ઝડપી પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ અને દુષ્કર્મની કલમોનો ઉમેરો કરી વધુ તપાસ તાલુકા પીઆઈ કે એ વાળા ચલાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો