Placeholder canvas

આજે હાપા-મુંબઈ સેન્ટ્રલ ડુરંટો ટ્રેન હાપાથી દોઢ કલાક મોડી ઉપડશે

સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં સ્થિત કણકોટ સ્ટેશન પર ડબલ ટ્રેક ની કામગિરી માટે 30મી એપ્રિલ, 2022ના રોજ બ્લોક લેવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ બ્લોક ના લીધે જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે:

1) 30 એપ્રિલ, 2022 ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12268 હાપા- મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને રિશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન હાપાથી તેના નિર્ધારિત સમય 19.40 વાગે ના બદલે 1 કલાક 30 મિનિટ મોડી એટલે કે 21.10 વાગે ઉપડશે. આ ટ્રેન રાજકોટ તેના નિર્ધારિત સમય 20.43 વાગે ના બદલે 1 કલાક 15 મિનિટ મોડી એટલે કે 21.58 વાગે પહોંચે તેવી શક્યતા છે.

2) 30 એપ્રિલ, 2022 ના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસ માર્ગ માં 20 મિનટ રેગ્યુલેટ (લેટ) થશે.

3) 30 એપ્રિલ, 2022 ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 22939 હાપા-બિલાસપુર એક્સપ્રેસ માર્ગ માં 20 મિનટ રેગ્યુલેટ (લેટ) થશે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

આ સમાચારને શેર કરો