Placeholder canvas

ટંકારા: ટોળ ગામના ખેડૂતોએ આપ્યું મામલતદારને આવેદન

સમયસર અને પૂરતો વીજ પુરવઠો આપવાની માંગ

ટંકારા તાલુકાના ટોળ ગામમાં PGVCL દ્વારા ખેડૂતોને સમયસર વીજ પુરવઠો ના મળતો હોવાથી આજે ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવ્યું હતું

ટોળ સેવા સહકારી મંડળીના પ્રમુખ ગઢવાળા શાહબુદ્દીનભાઈ ઉસ્માન દ્વારા લેખિતમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે, તેના ગામમાં આવતી કોઠારીયા ફીડર બિલેશ્વર ફીડર તથા ટોળ ફીડરમાંથી આવતી લાઈટ છેલ્લા 30-40 દિવસથી ક્યારેય પણ આઠ કલાક સમયસર એકધારી મળી નથી આ લાઈટ અંગે PGVCLની કચેરીમાં ફોન કરતા તેઓ ફોન ઉપાડતા નથી અને ક્યારેક ઉપાડે તો પણ ઉડાઉ જવાબો આપવામાં આવે છે તેમજ ઉપરથી લોડ સેટિંગમાં છે ક્યારે આવશે તેવું પૂછતા ખબર ના હોવાનું અને વડોદરા પૂછવાનું કહેવામાં આવે છે તેમજ ઉપલા અધિકારીનો નંબર આપવાનો ઇનકાર કરે છે.

આ ઉપરાંત લાઈટ ફોલ્ટમાં છે એવું કહે છે ત્યારે પૂછવામાં આવે કે ક્યારે રીપેર થશે ? તેવું પૂછતાં અમને ખબર નથી, રિપેર થઈ જશે, કયારે થશે તેનો અમને ખ્યાલ નથી અથવા માણસો રીપેર કરવાવાળા, હાજર નથી. એક દિવસમાં આઠ કલાક લાઈટ આપવામાં આવે છે તેમાં પણ દિવસ દરમિયાન ચારથી પાંચ વખત લાઈટ ફોલ્ટમાં જાય છે. આઠ કલાક લાઈટનો ઉપયોગ કરવામાં ખેડૂતોને ઓછામાં ઓછી ૧૫ કલાક જેટલો સમય વેડફાય જાય છે જેથી તાત્કાલિક યોગ્ય પગલા ભરવા અને ખેડૂતોને સળંગ એકધારો વીજ પુરવઠો મળતો રહે તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો