ગુજરાતનો દરિયો તોફાની બનશે : મીની વાવાઝોડા જેવો પવન ફુંકાશે.

બંદરો ઉપર 3 નંબરનાં સિગ્નલ

હવામાન વિભાગે આજથી તા. 1 જુલાઇ સુધી દરિયાકાંઠાનાં વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવા ઝડપી પવન સાથે ભારે વરસાદની આગાહી કરાઇ છે અને સૌરાષ્ટ્ર-ગુજરાતનાં એક ડઝન બંદરો ઉપર 3 નંબરનાં સિગ્નલ લગાવી માચ્છીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી અપાઇ છે. હવામાન વિભાગ અનુસાર, સુરત, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી અપાઇ છે. ભરૂચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

તથા અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની શકયતા છે. જૂનાગઢમાં પણ ભારે વરસાદની સંભાવના સેવાઇ રહી છે. ત્યાં જ જખૌ, માંડવી પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, દહેજ, ભરૂચમાં પણ 3 નંબર સિગ્નલ લગાવાયું છે. હાલમાં વલસાડમાં દરિયો તોફાની બન્યો છે. જિલ્લાના 70 કિલોમીટરના દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળી રહ્યા છે. સલામતીના ભાગરૂપે વલસાડ જિલ્લા પોલીસ વિભાગે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાના સૂચના આપી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
આ સમાચારને શેર કરો