Placeholder canvas

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ધરણા કરીને પડતર મંગણીઓ અંગે કલેકટરને આવેદનપત્ર આપ્યું

મોરબી : મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ આજે જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું અને શિક્ષકોએ પોતાની પડતર માંગણીને બુલંદ બનાવી હતી તેમજ શિક્ષકોએ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકોએ પડતર પ્રશ્ને સરકાર સામે મોરચો માંડ્યો છે.જેમાં આજે પડતર પ્રશ્ને જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે એકઠા થઈને ધરણા પ્રદર્શન કર્યું હતું અને શિક્ષકોએ દેખાવો કરીને પોતાની પડતર માંગણીઓને બુલંદ બનાવી હતી. બાદમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકોએ પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જેમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની માંગણીઓ જૂની પેન્શન યોજના ચાલુ કરવી, છઠ્ઠા પગાર પંચની વિસંગતતા દૂર કરી સાતમા પગાર પંચની અમલવારી સમગ્ર દેશના શિક્ષકો માટે લાગુ કરવી, શિક્ષકો માટેની ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવી,

નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં શિક્ષકો માટેની હાનિકર્તા બાબતો દૂર કરવી, શિક્ષકોના લાયકાત માટે લેવાતી પરીક્ષાઓ પહેલા પૂર્વ આયોજન કરવું તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની માંગણીઓ, ઉચ્ચતર પગાર ધોરણ સીસીએ બાદ કર્યા બાદ મળવાપાત્ર તારીખથી આપવા અને મુદત વધારવા, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ.4200 ગ્રેડ પે ચાલુ રાખવા તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની માંગણીઓ એસપીએલ રજા અન્ય જિલ્લાની જેમ મંજુર કરવા,દસ વર્ષના બોર્ડ નાબૂદ કરવા અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને અલગ ગ્રેડેશન આપવાની માંગ કરી હતી.

આ સમાચારને શેર કરો