મોરબી: જમાઇએ કૌટુંબીક સગીર વયની સાળી પર દુષ્કર્મ ગુજાર્યુ
મોરબીમાં રહેતા પરિવારની એક દીકરીના લગ્ન અમદાવાદ ખાતે થયેલા છે જેથી તે દીકરીના પતિ એટલે કે જીજાજી દ્વારા પરિવારની બીજી સગીર વયની દીકરીને ધમકી આપીને કોલેજથી જ અપહરણ કરી કર્યા બાદ સગીરાની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે બળજબરી કરવામાં આવી હોય, હાલ ભોગ બનેલ સગીરાની માતા દ્રારા કૈાટુંબીક જમાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે જમાઇની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબીમાં રહેતા પરિવારની દીકરીના લગ્ન અમદાવાદ ખાતે રહેતા વિશાલ વિનોદ ઝાલા (ઉમર 24) સાથે થયેલા છે દરમિયાનમાં વિશાલ ઝાલાએ તેની સગીરવયની કૈાટુંબીક સાળી ઉપર નજર બગાડી હતી અને હું તારી પીતરાઇ બેનને છૂટાછેડા આપી દઈશ તેવી ધમકી આપીને સગીરવયની સાળીને તેની કોલેજ ખાતેથી જ ઉઠાવીને લઈ ગયો હતો.
ત્યાર બાદ બળજબરીપૂર્વક સગીરાની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને જાનથી મારી નાંખવાની ધમકી આપેલી હતી જેથી સગીરાની માતાએ કૈાટુંબીક જમાઇ વિશાલ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધાવતા મોરબી એ ડિવિઝન પીઆઈ આર.જે.ચૌધરીએ અપહરણ,દુષ્કર્મ તથા પોસ્કોની કલમ હેઠળ ગુનેા નેાંઘીને તાત્કાલિક અસરથી વિશાલ ઝાલાની શોધખેાળ કરીને તેની અટકાયત કરી લીધેલ છે.