વાંકાનેર : ઢુવા ચોકડી પાસેથી 102 બોટલ વિદેશી દારૂ સાથે એક પકડાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ઢુંવા ચોકડી પાસેથી 102 નંગ વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.
ગઈકાલે તા. 20 ડિસેમ્બરના રોજ વાંકાનેરની ઢુંવા ચોકડી પાસે મકતાનપર ગામથી આગળ રમેશભાઇ ઓડેદરાની બેલાની ખાણ નજીકથી આરોપી સીંધાભાઇ કરમશીભાઇ અબાસણીયા (ઉ.વ. ૨૧, ધંધો મજુરી, રહે. મકતાનપર) ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઇરાદાથી રેડ દરમિયાન મોટર સાઇકલમાં હેરાફીરી કરતો હતો.
ત્યારે ભારતીય બનાવટનો પર પ્રાંતિય ઇંગલીશ દારૂ પાર્ટી સ્પેસ્યલ ડીલક્ષ વ્હિસ્કીની કુલ બોટલ નંગ ૧૦૨ કિ.રૂ. ૩૦૬૦૦/- તથા કેર્ઝી રોમીયો વ્હિસ્કી ૧૮૦ એમ.એલ.ના ચપલા નંગ ૪૭ કિ.રૂ. ૪૭૦૦/- તથા એક બજાજ પલસર મોટર સાઇકલ કી.રૂ. ૩૦૦૦૦/- ગણી તથા વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ કિ.રૂ. ૧૦૦૦૦/- ગણી એમ કુલ કિ.રૂ. ૭૫૩૦૦/- નો મુદામાલ સાથે આરોપીની અટકાયત કરવામાં આવેલ છે. આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.