Placeholder canvas

મોરબીમાં ઉશ્કેરણીજનક ભાષણ કરનાર કાજલબેન હિન્દુસ્તાની સામે પગલાં લેવાની મુસ્લિમ સમાજની માંગ

મોરબી : ગત તા.27ના રોજ આયોજિત સભામાં કોમ – કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાઈ તેવું ઉશ્કેરણી જનક ભાષણ કરનાર કાજલબેન હિન્દુસ્તાની નામના મહિલા વિરુદ્ધ કડક પગલા ભરવા મોરબી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યું હતું. આ આવેદનપત્ર જે ધર્મ સ્થાનો તોડી પાડવા ભાષણમાં ઉલ્લેખ કર્યો છે તે સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવા માંગ ઉઠાવી છે.

સુન્ની મુસ્લિમ સમાજ મોરબીના અગ્રણી ગુલામ હુસેન એ.પીલુડિયાની આગેવાની હેઠળ મોરબી જિલ્લા પોલીસવડા, જિલ્લા કલેકટર અને તાલુકા પોલીસ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી મોરબીમાં આયોજિત જાહેર સભામાં કાજલબેન હિન્દુસ્તાની તરીકે ઓળખાતા મહિલા દ્વારા કોમી વૈમનસ્ય ફેલાઈ અને કોમી શાંતિ ડહોળાઈ તેવું ઉશ્કેરણી જનક ભાષણ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરી મુસ્લિમ સમાજના ધર્મસ્થાનો તોડી પાડવાનું જણાવાતા શાંતિ જોખમાય હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

મોરબી શહેરની શાંતિ ને ડહોળવાનો પ્રયાસ કરનાર કાજલબેન નામની એક મહીલાએ જાહેર સ્ટેજ પરથી કૌમવાદી ભાષણ કરીને મુસ્લિમ સમાજની ભાવનાઓને ઠેસ પહોચાડેલ છે. “રાજાશાહી વખતથી હિન્દુ-મુસ્લિમો મોરબી શહેર અને જિલ્લામાં હળી મળીને રહે છે .દરેક ધર્મ અને પેટા સમાજના લોકો ધાર્મિક સ્થળોને આદરભરી નઝરે જુવે છે અને એકાબીજા ના ધાર્મિક સ્થળો ખાતે હાજરી આપીને કૌમી એકતા અને ભાઈચારાની ભાવનાઓ વધુ મજબુત બનાવે છે.

વિધાનસભાની ચુંટણીઓ નજીક આવતાની સાથેજ રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા અમુક સંગઠનના આગેવાનો બેજવાબદાર નિવેદનો અને ભાષણો આપીને રાજકીય રોટલાઓ શેકી રહેલા છે.આવોજ એક કીસ્સો મોરબી શહેરમાં જોવા મળેલ છે જેમાં કાજલબેન નામની એક મહીલા મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવવા નફરત ભરેલુ ભાષણ જાહેર મંચ ઉપરથી આપીને કોમી એકતા તોડવાનારું ઉશ્કેરણી જનક પ્રવચન કરલ હતું. જેની સામે મોરબી શહેરના સર્વે મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ સમાચારને શેર કરો