મોરબીના માર્કેટિંગ યાર્ડમાં કપાસના શેડમાં લાગી આગ…
મોરબીના માર્કેટિંગ યાર્ડમાં કપાસના શેડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જે આગના બનાવને પગલે મોરબી ફાયરની ટીમો દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની કોશિષ કરી રહી છે.
બનાવની મળેલ માહિતી મુજબ મોરબીના માર્કેટિંગ યાર્ડમાં હાલમાં તહેવાર પહેલા કપાસની મોટા પ્રમાણમાં આવક થઇ રહી છે અને કપાસનો મોટો જથ્થો યાર્ડના શેડમાં રાખવામાં આવ્યો હતો જ્યાં અચાનક આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મોરબી ફાયર વિભાગને જાણ કરાઈ હતી જેથી મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને યાર્ડમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહી છે
આગ ક્યાં કારણોસર લાગી તે સ્પષ્ટ થયું નથી પરંતુ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો મોટો જથ્થો પડ્યો હોય જેમાં આગ ફેલાઈ જતા ઘુમાડાના ગોટેગોટા આકાશમાં ચડેલા જોવા મળતા હતા.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KesMgLv38VwCn1K5FyvQa2
આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…