Placeholder canvas

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાની આગેકૂચ યથાવત…

પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો રોકાવાનું નામ નથી લેતો અને હવે તો લગભગ એકાંતરે ભાવ વધારો થઈ રહ્યો છે, ત્યારે પ્રજા પરેશાન છે પણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી.

દિવાળીના તહેવારોમાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારાથી જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલમાં આજે પણ પ્રતિ લિટરે 34 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે. ભાવનગરમાં પેટ્રોલ ડીઝલની કિંમત પ્રતિ લિટરે 107 રૂપિયા પર પહોંચી ગઈ છે.

આ ભાવવધારાથી ટ્રાન્સપોર્ટેશન પર ખૂબ અસર પડી રહી છે, લોકોને હવે શું કરવું તેની કોઇ ગતાગમ પડતી નથી. લોકોને હવે પોતાના શહેરી મથકે આવવા માટે મોટરસાયકલ નહીં પણ ગુડીયા ગાડીમાં આવવાનો અથવા શાંતિથી ઘરે બેસવાના જ વિકલ્પ બચ્યાં છે.

આ સમાચારને શેર કરો