વાંકાનેર: કિડઝલેન્ડ સ્કૂલ ખાતે સર્વજ્ઞાતિય સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો
વાંકાનેર : કિડઝલેન્ડ સ્કૂલ ખાતે શનિવારે સાંજે સર્વજ્ઞાતિય સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ જેમાં કુંવરજીભાઈ બાવળીયા (પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ્ય ગૃહ નિર્માણ મંત્રી), મોહનભાઇ કુંડારીયા (સંસદ સભ્ય રાજકોટ) અને ચંદ્રવદનભાઈ પીઠાવાલા (પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારતીય કોળી સમાજ) નું સન્માન કરવામાં આવેલ.
સ્કૂલની બાળાઓ દ્વારા સુંદર ભારતીય નૃત્ય કરી ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કરેલ. આ કાર્યક્રમમાં વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહજી સાથે અન્ય આગેવાનો ઉપસ્થીત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા મેહુલભાઈ શાહ તેમજ જીજ્ઞાશાબેન મેર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ.