Placeholder canvas

વાંકાનેર: દિઘલીયા-બોકડથંભા વચ્ચે બાઇક ડમ્પરના જોટામાં આવી જતા દલિત યુવકનું મોત

વાંકાનેર: દીઘલિયા-બોકળથંભા વચ્ચે થાન રોડ ઉપર રેલવેના ટ્રેક માટે ભરતીનું કામ કરતાં ડમ્પરે એક દલિત યુવકને પાછળના જોટામાં લઈ લેતા દલિત યુવકનું ઘટના સ્થળે મોત થયું છે. બાઇક ડમ્પરના પાછળના જોટામાં સલવાઈ ગયુ છે.

મળતી માહિતી મુજબ આ યુવક મૂળ વાંકાનેર તાલુકાના દલડી ગામના વિનોદભાઈ જેવો હાલમાં વાંકાનેરના પેડક વિસ્તારમાં રહે છે તેમનો પુત્ર સુનિલ વિનોદભાઈ ઉ.વ. આશરે 20, જેવો થાન ખાતે કારખાનામાં કામ કરતા હોય અને તેઓ વાંકાનેર થી અપડાઉન કરતા હોય તેઓ આજે થાન થી વાંકાનેર પરત આવી રહ્યા હતા ત્યારે દીઘલિયા અને બોકડથંભા વચ્ચે થાન રોડ ઉપર એક બેફામ આવતા માટીના ડમ્પરે આ યુવકના બાઇકને પાછળના જોટામાં લઈ લીધો હતો અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું નિપજ્યુ હતુ.

દિઘલીયા ના સરપંચ રસુલભાઇ ખોરજીયા અને આસપાસના અન્ય ગ્રામજનોએ જણાવ્યા મુજબ આ રેલવેના ટ્રેક બનાવવા માટે માટીના ફેરા કરતાં ડમ્પર બેફામ રીતે ચલાવવામાં આવે છે. આ રસ્તા ઉપર આ ત્રીજી ઘટના છે ડમ્પર વાળા ને કેટલીક વખત સૂચના આપવા છતાં તેવો બેફામ રીતે ચલાવી રહ્યા છે અને આ રસ્તા પરના રાહદારી ઉપર જોખમ ઊભું કરી રહ્યા છે. તેમને કોઈનો કોઈપણ પ્રકારનો ડર નથી અને તેમને જો કાંઈ કહેવામાં આવે તો તમારાથી થાય તે કરી લેવું જવાબ આપે છે. આ રસ્તા ઉપર પસાર થતા રાહદારીઓ ની સલામતી માટે આ ડમ્પર પર લગામ રાખવી ખૂબ જરૂરી છે.બની રહી છે.

આ સમાચારને શેર કરો